અમરનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક યુનિફોર્મ વિતરણ કરાયું

મોરબી : અમરનગર પ્રાથમિક શળામા શ્રી ઓમ લેમકોટ પ્રા. લી. તરફથી શાળાના વિદ્યાર્થીઓને શાળામાં પહેરવાનો ગણવેશ નિઃશુલ્ક આપવામાં આવ્યો હતો. આ તકે ગામના સરપંચ રમેશભાઈ પાંચોટિયા તથા શાળાના આચાર્ય સહિતના સમસ્ત સ્ટાફગણ તરફથી શ્રી ઓમ લેમકોટના ડાયરેક્ટર જયંતીભાઈ રાજકોટીયા,નિનાદભાઈ રાજકોટીયા અને કલ્પેશભાઈ ફૂલતરીયાનો સરપંચ અને શાળાના સમસ્ત કર્મચારીગણ તરફથી આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.