મોરબીમાં ભારે વરસાદ દરમિયાન પણ 108ની ટીમ રહી ખડેપગે

મોરબી : ગત 10 ઓગસ્ટના દિવસે મોરબી જિલ્લામાં અવિરત મેઘ સવારી વરસી રહી હતી ત્યારે આરોગ્ય ક્ષેત્રે, દિવસ રાતની પરવાહ કર્યા વગર સતત દોડતી રહેતી 108ની સેવા લોકોને ખૂબ ઉપીયોગી સાબિત થઈ હતી.

ભારે વરસાદના એ ત્રણ-ચાર દિવસ દરમિયાન પુર હોનારત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. મોરબી શહેરમાં 8 લોકોનો જીવ લેનારી દીવાલ ધસી પડવાની ઘટના બની હતી. જે ઘટનામાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા તેમજ કાટમાળ દૂર કરાવવામાં દરેક મોરચે 108ના કર્મચારીગણે પોતાની ફરજ પુરી નિષ્ઠા સાથે બજાવી હતી. આ ઉપરાંત માળીયા, ટંકારા, આમરણ તથા મોરબીની 108ની ટીમ દ્વારા લોકોને ત્વરિત સારવાર પુરી પાડવા માટે રાત-દિવસ ભૂખ્યા તરસ્યા રહી કામગીરી કરવામાં આવી હતી. જેને કારણે ઘણા લોકોને બચાવી શકાયા હતા. નાગરિકો દ્વારા 108ની આ કામગીરીને સલામ કરી બિરદાવવામાં આવી રહી છે.