માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા વર્ષામેડી પ્રાથમિક શાળામાં શિક્ષણ સામગ્રીનું વિતરણ કરાયું

માળીયા (મી.) : માનવ ઉત્થાન સેવા સમિતિ એક સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે કાર્ય કરતી નોંધાયેલી સંસ્થા છે. સમાજસેવક સતપાલજી મહારાજની પ્રેરણાથી તેમના પુત્ર વિભુજીના માર્ગદર્શન હેઠળ 2014ની સાલથી “મિશન એજ્યુકેશન”ની શરૂઆત કરવામાં આવી હતી. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ ગરીબ તેમજ જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવાનો રહ્યો છે.

આ અભિયાન હેઠળ તાજેતરમાં માળીયા (મી.)ના વર્ષામેડી ગામની પ્રાથમિક શાળામાં 126 શૈક્ષણિક કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના તમામ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ અંતર્ગત લાભાંવીત્ત કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય દિપક જાદવ અને સ્ટાફગણે ઉપસ્થિત રહી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.