મોરબી જિલ્લામાં આન-બાન અને શાન સાથે ઉજવાશે 73મુ સ્વતંત્રતા પર્વ

હળવદ ખાતે જિલ્લા કક્ષા, મોરબીના રંગપર, ટંકારના જબલપુર, વાંકાનેરના જોધપર અને માળિયાના મેધપર ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વ ઉજવાશે : મોરબીના હેડ ક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જિ. પં. અને તા.પં. તથા નગરપાલિકા તેમજ શાળા કોલેજોમાં થશે ધ્વજ વંદન

મોરબી : મોરબી જિલ્લામાં આગામી 15 ઓગસ્ટના રોજ 73માં સ્વાતંત્ર્ય પર્વની ગરિમા સભર ઉજવણી કરવામાં આવનાર છે.જેમાં હળવદ ખાતે જિલ્લા કક્ષા અને મોરબીના રંગપર, ટંકારના જબલપુર, માળિયાના મેધપર, વાંકાનેરના જોધપર ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવશે.આ ઉપરાંત મોરબીના હેડ ક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને જિ. પં. તથા તા.પં. તેમજ નગરપાલિકા અને શાળા કોલેજોમાં ધ્વજ વંદન થશે.

મોરબી જિલ્લાના હળવદના એમ.પી.એમ.સી.ગ્રાઉન્ડ ખાતે 15 ઓગસ્ટે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા કલેકટર માકડીયા હસ્તે ધ્વજ વંદન થશે. અને ત્રિરંગાને ગરિમા પૂર્વક સલામી આપ્યા બાદ દેશભક્તિને તરબોળ કરતા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. જ્યારે મોરબી તાલુકાના રંગપર ગામે ,વાંકાનેર તાલુકાના જોધપર ગામે, ટંકારાના જબલપુર ગામે અને માળીયા તાલુકાના મેધપર ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વ ઉજવાશે. જ્યારે મોરબીના હેડ ક્વાર્ટર સમાન પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સ્વતંત્રતા પર્વની ગરિમા સભર ઉજવણી કરાશે. જેમાં નિવાસી અધિક કલેકટર કેતન જોશીના હસ્તે ધ્વજ વંદન ક્રરાશે.બાદમાં શાળાઓના બાળકો દ્વારા દેશદાઝની ભાવનાને તાર્દશ કરાવતા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. આ ઉપરાંત શાળા કોલેજો, તમામ સરકારી ,અર્ધ સરકારી કચેરીઓ,જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ,નગરપાલિકા અને વિવિધ સંસ્થાઓમાં ગરિમા સભર ધ્વજ વંદન કરાશે, એકંદરે 15 ઓગસ્ટ 73માં સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને મોરબી જિલ્લામાં દેશભક્તિનો માહોલ સર્જાયો છે.