નીચી માંડલ ગામે શાળામાં વૃક્ષારોપણ કરાયું

મોરબી : મોરબીના નીચી માંડલ ગામે શ્રીમતી કુંવરબેન ગોવિંદભાઇ કુંડારિયા વિદ્યાલયમાં સ્વ.શ્રી દૂધીબેન કલ્યાણજીભાઇ કુંડારીયાની સ્મૃતિમાં શાળા ખાતે 51 વિવિધ વૃક્ષોનું વાવેતર કરાયું હતુ. આ કાર્યક્રમમાં રમેશભાઈ કલ્યાણજીભાઇ, મનીષભાઈ, હિતેષભાઇ, કાંતિભાઈ સહીત શાળા પરિવારના તમામ સભ્યો જોડાયા હતા.