સંસ્કૃતભારતી મોરબીના ઉપક્રમે બુધવારે સંસ્કૃતભાષામાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબી સ્થિત સંસ્કૃત ભાષાની જાળવણી અને પ્રચાર-પ્રસાર કરતી સંસ્કૃતભારતી સંસ્થા દ્વારા 14 ઓગસ્ટને બુધવારે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શરૂથી સમાપન સુધી સંસ્કૃત ભાષા પ્રયોગ જ કરવામાં આવશે.

- text

સરસ્વતી શિશુ મંદિર , શનાળા રોડ, મીરબી ખાતે 14 ઓગસ્ટને બુધવારે રાત્રે 09થી 10 દરમ્યાન આયોજિત આ કાર્યક્રમમાં બાળ રોગ નિષ્ણાંત ડૉ. સંતોષભાઈ પટેલ મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેનાર છે. જ્યારે વિપુલભાઇ અધારા (રાષ્ટ્રીય સ્વ. સંઘ) અને બળવંતભાઈ પંડ્યા (સંસ્કૃત ભારતી-મોરબી) કાર્યક્રમના મુખ્ય વક્તા છે. દીપ પ્રાગટય, ધ્યેય મંત્ર, સંસ્કૃતમાં ગીત પઠન, સંસ્કૃત નાટીકા, રક્ષાબંધન મહત્વ, સંસ્કૃતમાં એકપાત્રીય અભિનય, શાંતિમંત્ર સહિતની કાર્ય સૂચિ બાદ પ્રસાદ વિતરણ થશે. આયોજકો તરફથી સંસ્કૃત પ્રત્યે આસ્થાવાન લોકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

 

- text