મોરબીમાં પાણીના નિકાલ બાબતે કાલે બુધવારે નગરજનોની મિટિંગ

પાણી ભરાવાના કારણો અંગે જરૂરી ચર્ચા વિચારણા કરીને તંત્રને રજુઆત કરાશે

મોરબી : મોરબીમાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે આ સંદર્ભે નગરજનો દ્વારા કાલે બુધવારે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

તાજેતરમા રવાપર રોડની આજુબાજુમા જે વરસાદી પાણીની સમસ્યા સર્જાઇ હતી. તે હોનારત પછી પ્રથમ ઘટના છે. ત્યારે આ મુદ્દામા જે તે લાગુ પડતી સોસાયટીના આગેવાનો અને મોરબીના જાગ્રૃત નાગરીકો માટે3 પાણીના નિકાલ બાબતે એક મહત્વની મીટીંગનું રવાપર ચોકડીએ આવેલા સ્વાગત હોલ ખાતે તા. 14ને બુધવારે રાત્રે 9:30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. આ મીટીગ મા પાણી બંધ થવાના કારણો તેમજ તેના માટે કરવી પડતી રજૂઆતોની ચર્ચા કરાશે. આ બેઠકમાં જાગૃત નાગરિકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.