માળીયા (મી.) : ફરજ પુરી કરી ઘેર જઇ રહેલા 108ના ડ્રાયવરને અકસ્માત નડ્યો : જાનહાની નહિ

માળીયા (મી.) : માળીયા- હળવદ હાઇવે પર આવેલા માણાબા પાટીયા પાસેના પુલ પર અવારનવાર અકસ્માતના બનાવ બને છે અને 108 એમબ્યુલેન્સ તેમની મદદે આવતી હોય છે, પણ ગત રાત્રિના 9:00 વાગ્યાના સુમારે માળીયા 108ના ડ્રાઈવરને જ અકસ્માત નડ્યો હતો. જો કે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.

બનાવની મળતી વધુ વિગતો મુજબ માળીયા મીયાણા 108 એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને માળિયા તાલુકા પંચાયતના સદસ્ય એવા ધર્મેન્દ્રભાઈ બકુત્રા પોતાની ડયુટી પૂરી કરીને જેતપર જતા હતા. તે દરમિયાન કોઈ કારણોસર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા તેમની વેગેન આર નંબર GJ 13 CC 7778 રોડની ફૂટપાથ સાથે અથડાયને રોડ પર બે ત્રણ વાર ફરી ગઈ હતી. જોકે આ બનાવમાં સદનસીબે ધર્મેન્દ્રભાઈને કોઈ પણ પ્રકારની ઇજા થઇ નથી. આ રસ્તા પર વારંવાર બનતા અકસ્માતોના બનાવ નિવારવા તંત્રએ કોઈ યોગ્ય પગલાં ભરવા જોઈએ તેવું ચર્ચાઈ રહ્યું છે.