હળવદમાં યોજાતી પરંપરાગત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રાના કાર્યાલયનો પૂજ્યસંતોના હસ્તે શુભારંભ થયો

- text


હળવદ માં વિશ્વ હિંદુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા વર્ષો વર્ષ કૃષ્ણ જન્માષ્ટમી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે અને પરંપરાગત આ શોભાયાત્રા માં નગરજનો નાતજાત ના ભેદ ભૂલી કોઈપણ પક્ષપાત વગર દરેક વર્ગ ના લોકો જોડાય છે ત્યારે આ વર્ષે પણ આ શોભાયાત્રા ની દબદબા ભેર અને વિશેષ રીતે ઉજવણી થાય તેના માટે કાર્યાલય ના શુભારંભ નો કાર્યક્રમ હળવદ શ્રી ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો જેમાં હળવદ ના ધર્મપ્રેમી લોકો વેપારી આગેવાનો – સમાજિક અગ્રણીઓ – સહિત મોટી સંખ્યા માં યુવાનો અને દરેક રાજકીય પક્ષ ના આગેવાનો જોડાયા હતા આ વર્ષે કાર્યાલય નગરપાલિકા કોમ્પ્લેક્સ , ગીનીગેસ્ટ હાઉસ સામે , મેઈન બજાર ખાતે છ

- text

આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા સ્વામિનારાયણ મંદિર ના પૂજ્ય સ્વામીશ્રી વિવેકસાગરજી , હળવદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત પૂજ્ય શ્રી દિપકદાશજી મહારાજ એ પ્રસંગોચિત આશીર્વચન અને હિંદુ સંસ્કૃતિ નું માહત્મ્ય સમજાવ્યું હતું સાથે વિશ્વ હિંદુ પરિષદ ના જિલ્લા મંત્રી અનિલભાઈ રાવલ , જિલ્લા સેવા પ્રમુખ બટુકદાદા અઢિયા , જન્માષ્ટમી શોભાયાત્રા સમિતિ ના અધ્યક્ષ મિલનભાઈ માલમપરા સહિત મહાનુભાવો એ હાજરી આપી હતી

આ શોભાયાત્રા ને સફળ બનાવવા અને હળવદ શહેર ને ઉત્સવ અનુરૂપ શુશોભીત કરવા હળવદ ના સર્વે જ્ઞાતિ ના યુવાનો ખભેખભો મિલાવી અને કાર્ય કરી રહ્યા છે

આ કાર્યક્રમ માં બજરંગદળ ના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક ભાવેશભાઈ ઠક્કર એ સર્વ સમાજ ના લોકો અને તમામ પક્ષ ના લોકો અને ધર્મપ્રેમી જનતા ઉત્સાહભેર જોડાય તે માટે આહવાન કર્યું હતું

- text