મોરબીના આંદરણા ગામે ભારે વરસાદમાં ખેતરો ધોવાઈ જતા મોટી નુકશાની થઈ

- text


મોરબી : મોરબી તાલુકા આંદરણા ગામે બે દિવસ પહેલા ભારે વરસાદ પડતાં ખેતરોનું ધોવાણ થઈ ગયું છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

- text

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકામાં ગત તા. 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યો હતો.જેથી વાકડા પાસેની ઘોડાધ્રોઈ નદી ગાંડીતુર બનીને બે કાંઠે વહી હતી.આ નદીના પાણી આંદરણા ગામના ખેતરોમાં ફરી વળ્યાં હતા.જેમાં આંદરણા ગામે રહેતા ખેડૂત રામજીભાઈ ડાયાભાઇ ચાવડાના 281 નંબરના સર્વે નંબરના ખેતરમાં પાણી ફરી વળતા આખું ખેતર ધોવાઈ ગયું હતું.તેમણે ખેતરમાં મગફળી વાવી હતી.પણ ખેતર ધોવાઈ જતા મગફળીનો પાક નાશ પામ્યો હતો અને તેમને ભારે નુકશાની થઈ છે.જોકે ગત વર્ષે ઓછા વરસાદથી પાક નિષ્ફળ ગયો હતો અને આ વર્ષે અતિવૃષ્ટિથી મગફળીનો પાક નાશ થતા આ ખેડૂત મુશ્કેલી મુકાય ગયા છે.

- text