હળવદ : નામચીન શખ્સ અને મહિલાને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

- text


હળવદ : મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં માથાભારે ઈસમો સામે કાર્યવાહી કરવાની સુચના અન્વયે એલસીબી પીઆઈ વી.બી. જાડેજાની ટીમે જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા જરૂરી માર્ગદર્શન અને સુચના આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના પાસા અટકાયતી હુકમ અન્વયે માથાભારેની છાપ ધરાવતા અને દેશી વિદેશી દારૂના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલ ઇસમ પીન્ટુ ઉર્ફે પ્રકાશ અશોકભાઈ ગાંડુભાઈ બોરાણીયા, રહે. માથક ગામ, તા. હળવદ વાળાને પાસા હેઠળ ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા ખાતે અને તેની સાગરિત જયશ્રીબેન ભુપતભાઈ પાટડીયા રહે. માટેલ, શીતળાધાર, તા. વાંકાનેર વાળી મહિલાને પાસા હેઠળ ડીટેઈન કરી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

- text