ટંકારા : ભારે વરસાદથી હડમતિયાનું તળાવ બીજીવાર તુટ્યું

- text


આગાઉ તળાવનું સમારકામ કરીને ખેડૂતોને હજુ વળતર ચૂકવાયું નથી ત્યાંજ ફરી તળાવ તૂટતા ખતરોમાં ભારે ખાના ખરાબી થઈ : ખેડૂતોને નુક્શાનીનું વળતર ચૂકવાશે કે કેમ ?

ટંકારા : ટંકારાના હડમતિયા ગામે ખેરાડના માર્ગે આવેલ ૬૦/૪૦ ની યોજના અંતર્ગત જીલ્લાપંચાયત દ્વારા બનાવવામાં આવેલ નાની સિંચાઈનું તળાવ વર્ષ ૨૦૧૭/૧૮ માં અતિભારે વરસાદથી તુટી ગયું હતું અને ખેડુતોને ખાના-ખરાબી વેઠવાનો વારો આવ્યો હતો.વર્ષ ૧૭/૧૮ માં આ તળાવનું સમારકામ કરવામા આવેલ હતું પણ ખેડુતોને થયેલ નુકશાનનું વળતર આપવામાં આવ્યું નથી.ત્યારે ગઈકાલે પડેલા વરસાદમાં ફરી આ તળાવ તૂટ્યું હતું.

ટંકારા તાલુકાના હડમતીયા ગામે ગઈકાલે અતિભારે વરસાદથી આ તળાવ ઓવરફલો થાય તે પહેલા જ ધસમસતા પ્રવાહમાં પાળી તુટતા ખેડુતોના ખેતરમા પાણી ફરી વળ્યા હતા. હવે જોવાનુ એ રહ્યુ કે આ વર્ષ પણ ખેડુતોને નુકશાની ભોગવવાનો વારો આવશે કે વળતર તેમજ સમારકામ તંત્ર કરશે તેવી ખેડુતો આશ લઈ બેઠા છે.

ઉલ્લેખનીય છે કે, એકબાજુ સરકાર જળસંચય અભિયાન ચલાવી રહી છે તો બીજી તરફ છાશવારે તળાવો તુટવાના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે તેમજ ખેડુતોને ઉભા પાકમાં નુકશાની પણ થાય છે તેમજ ફળદ્રુપ ખેતરોના ધોવાણ પણ થઈ રહ્યા છે ત્યારે આ બાબતે તંત્ર હરકતમા આવીને આ અંગે તાકિદે આ તળાવનું સમારકામ કરવામા આવે તેમજ અે હકિકત તપાસમાં આવે કે આ તળાવ વારંવાર કેમ તુટે છે..? તેના કામમાં કે અન્ય આયોજનમાં કઈ ખામી છે..? તેની તપાસ કરવામાં આવે. અન્યથા આ તળાવ પાછળ થયેલ ખર્ચ અને વળતર અંગે RTI થી માહિતી માગવાની જરુર પડશે અને તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કરવામા પણ ખચકાશે નહી તેવું એક જાગૃત નાગરીકે જણાવ્યુ હતું.

- text

 

- text