વાંકાનેરનો મચ્છુ 1 ડેમ ઓવરફ્લો : હેઠવાસના 16 ગામોને સલામત સ્થળે ખસી જવાની સૂચના

- text


વાંકાનેર : વાંકાનેરમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થયો છે.જેના પગલે છેવડાના વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ખાસ કરીને આ મચ્છુ ડેમ 1ના હેઠવાસના હોલમઢ, જલસીકા પંચાસર, રાતી દેવડી સહિતના 16 ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવાની તંત્રને સૂચના આપી દેવામાં આવી છે.જોકે મચ્છુ 1 ડેમ ઓવરફ્લો થતા વાંકાનેર વાસીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા છે.ત્યારે વાંકાનેરના આ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યા હોય હેઠવાસના વિસ્તારોને અસર ન થાય તે માટે સ્થાનિક તંત્ર સાવચેતીના પગલાં લઈ રહ્યું છે.

- text

- text