વરસાદ : રાત્રીના 10થી 12માં મોરબીમાં વધુ અડધો અને વાંકાનેર, ટંકારામાં એક ઇંચ પડ્યો

શુક્રવાર સવારના 6 થી રાત્રીના 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 5 ઇંચ, વાંકાનેરમાં 3 ઇંચ હળવદમાં 6 ઇંચ અને ટંકારામાં પોણા પાંચ અને માળીયામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં આ વરસાદની સીઝનમાં પ્રથમ વખત મેઘરાજા મન મુકીને વરસ્યા છે. શુક્રવારની રાત્રીના 8 થી 10 વાગ્યામાં મોરબીમાં 2 ઇંચ વરસાદ બાદ રાત્રીના 10થી 12માં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાંકાનેર અને ટંકારામાં વધુ એક ઇંચ વરસાદ પડ્યો છે. રાત્રીના 12 વાગ્યા બાદ પણ વરસાદ શરૂ હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લામાં શુક્રવાર રાત્રીના 8 વાગ્યા બાદ સારો વરસાદ પડ્યો છે. જેમાં રાત્રીના 8 થી 10ની વચ્ચે મોરબીમાં 2, અને ટંકારા, હળવદમાં એક ઇંચ અને વાંકાનેર, માળીયામાં અડધો ઇંચ વરસાદ પડ્યા બાદ મોરબી જીલ્લા કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ ત્યાર બાદ રાત્રીના 10 થી 12 વાગ્યામાં મોરબીમાં વધુ અડધો અને વાંકાનેર, ટંકારામાં એક – એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે માળીયામાં પણ અડધા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે રાત્રીના 10 થી 12ની વચ્ચે.

જ્યારે શુક્રવાર સવારના 6 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદના આંકડા ઉપર નજર નાખીયે તો મોરબીમાં 128 એમએમ (પાંચ ઇંચ), વાંકાનેરમાં 71 એમએમ (3 ઇંચ જેટલો), હળવદમાં સૌથી વધુ 146 એમએમ (6 ઇંચ), ટંકારામાં 117 એમએમ (પોણા પાંચ ઇંચ) અને માળિયામાં 78 એમએમ (3 ઇંચ જેટલો) વરસાદ નોંધાયો છે. (નોંધ : 25 એમએમ એ એક ઇંચ વરસાદ થાય)

આમ મોરબી જિલ્લામાં શુક્રવારે સવારથી રાત સુધીમાં 3 થી 6 ઇંચ વરસાદ પડતાં ખેડતો અને લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

જયારે મોરબી જિલ્લામાં હજુ પણ શનિવારે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી વાંચવા માટે અમારી Morbi Update એન્ડ્રોઈડ એપ્લિકેશન ડોઉનલોડ કરો અને મેળવવા રહો મોરબી જિલ્લાના તમામ તાજા સમાચારો : https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news