માળીયાનું નાનભેલા ગામ સંપર્ક વિહોણું બન્યું

માળીયા : માળીયા પંથકમાં આજ સવારથી ભારે વરસાદ પડતો હોવાથી ચારેકોર જળ તાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે .ત્યારે ભારે વરસાદને પગલે માળીયા તાલુકાનું નાના ભેલા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.આ અંગે અસરગ્રસ્ત ગામલોકોએ જણાવ્યું હતું કે,ભારે વરસાદથી તેમના ઘરોમાં પાણી ઘુસી ગયા છે.જેથી મિલ્કત અને ઘરવખરીને ભારે નુકશાન થયું છે .માળિયાના અનેક ગામોમાં આવી સ્થિતિ સર્જાય છે. જોકે પાણી ઘરોમાં આવતા અસરગ્રસ્ત લોકો સલામત સ્થળે દોડી ગયા છે તેથી સદનસીબે કોઈ અઘટિત ઘટના બની નથી.