હળવદ અને સરાને જોડતાં દિઘડીયા પાસેના પુલમાં ગાબડું પડ્યું

- text


બ્રાહ્મણી નદી પરના પુલમાં ગાબડું પડતાં સરાનો સંપર્ક કપાયો

હળવદ : ગઈકાલ સવારથી હળવદમાં ભારે વરસાદને કારણે મોટાભાગના નદી-નાળાઓમાં ભારે પાણીના પ્રવાહને કારણે લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે આજે હળવદ થી સરાને જોડતા રોડ પર દીઘડિયા ગામ પાસે આવેલ બ્રાહ્મણી નદી પરના બેઠાં પૂલમાં નદીમાં ભારે પાણીના પ્રવાહને કારણે મસમોટું ગાબડું પડી જતા હળવદ થી સરાનો સંપર્ક કપાયો છે.

ભારે વરસાદને પગલે દીઘડિયા પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં પાણીનો પ્રવાહ વધુ તેજ બન્યો છે. જેના કારણે આજે વહેલી સવારથી જ નદી બે કાંઠે જતી હોય જેથી હળવદથી સરા જતા લોકો તેમજ સરાથી હળવદ આવતા લોકો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા ત્યારે આજે બપોરે પાણીના વધુ પ્રવાહને કારણે બ્રાહ્મણી નદી પરના પુલ પર મસમોટુ ગાબડુ પડી ગયું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠા પુલ ની જર્જરિત હાલતમાં હોય જેને યોગ્ય મરામત કરવા અનેકવાર ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તે ધ્યાન નહીં લેતા આજે આપણે બેઠા પુલ પર ગાબડું પડી ગયું છે આ ગામડાને કારણે હળવદ થી સરા તરફ જતા લોકો તેમજ સરા તરફથી હળવદ આવતા વિદ્યાર્થીઓ તેમજ લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે તેમાં બેમત નથી.

- text