ટંકારા પંથકમાં જળબંબાકાર : બે મકાન ધરાશાયી

- text


ડેમી નદી ગાડીતુર બનતા નસીતપર ડેમના પાટિયા ખોલાયા : આજીનદીના દરવાજા ખોલતા જામનગરને જોડતા પુલ પરથી પાણી વહ્યું : સાતેક ગામો સર્પક વિહોણા : મેઘપર ઝાલા ગામનું તળાવ તૂટ્યું

ટંકારા : મેઘરાજા સતત બે દિવસથી ધમરોળી રહ્યા હોવાથી સમગ ટંકારા પથક જળબંબાકાર થઈ ગયો છે. ભારે વરસાદને પગલે મિતાણા ડેમ અને બંગાવડી દેન ઓવરફ્લો થયા છે. ડેમી નદી ગાડીતુર બનતા નસીતપર ડેમના પાટિયા ખોલાયા છે.જ્યારે ટંકારામાં બે મકાન ધરાશાયી થયા હતા પણ જાનહાની થઈ નથી. જયારે મેઘપર ઝાલા ગામનું તળાવ તૂટતા ગામમાં પાણી ભરાયા છે.

- text

ટંકારામાં છેલ્લા 24 કલાકમાં 11 ઈંચ જેવો વરસાદ ખબદકયો છે. ભારે વરસાદને પગલે શહેર અને ગામ વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે.જ્યારે ભારે વરસાદને પગલે મિતાણા ડેમ હાલ અઢી ફૂટે ઓવરફ્લો થયો છે, જ્યારે બંગાવડી ડેમ પણ અડધો ફૂટે ઓવરફ્લો થયો છે અને ડેમી નદી ગાડીતુર બનતા નસીતપર ડેમના પાટિયા ખોલાયા છે.જ્યારે ખોખરા ગામે આવેલ આજીનદીના દરવાજા ખોલતા પાણીનો ધસમસતો પ્રવાહ જામનગરને જોડતા પુલને આંબી જતા પુલ પરથી પાણી વહી રહ્યું છે.ભારે વરસાદને પગલે ટંકારના અમરાપર, ટોળ, મેધપર, વાછકપર, ગજડી, ભૂતકોટડા સહિતના સાતેક ગામો સર્પક વિહોણા થયા છે અને ટંકારાના મોચી બજારમાં રહેતા હસમુખભાઈ મોચીનું જૂનું મકાન પડી ગયું હતું.જોકે આ મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાની થઈ નથી. આ ઉપરાંત રોહિશાળા ગામે આવેલ જેન્તીભાઈ રામાનુજનું મકાન પણ ધરાશાયી થઈ ગયું હતું પણ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી . ટંકારા પથકને હજુ પણ અવિરતપણે મેઘરાજા ધમરોળી રહ્યા હોવાથી સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં છે અને ટંકારાના તલાટી એન.એચ. સોનારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખીને ટંકારાના વરસાદની હલચલની પળેપળની સચોટ માહિતી આપી રહ્યા છે.

 

- text