ઘાટીલાના કોઝવેમાં બપોરે તણાયેલાં યુવાનની શોધખોળ માટે હજુ સુધી તંત્ર ન ડોકાયું

- text


પોલીસ અને અધિકારીએ માત્ર આંટાફેરા કરીને ચાલતી પકડી : તંત્રની મદદની રાહ જોતા કોઝવેના કાંઠે બેઠેલા પરિવારજનો અને ગ્રામજનો

મોરબી : માળિયાના ઘાટીલા ગામે આજે બપોરના સમયે કોઝવેના ધસમસતા પાણીને ઓળંગવા જતા એક યુવાન તણાઈ ગયો હતો.બપોરે બનેલી આ ઘટના બાદ આજ રાત્રીના આઠ વાગ્યા સુધીમાં યુવાનની શોધખોળ માટે તંત્ર ડોકાયું જ નથી. જોકે અધિકારી અને પોલીસ માત્ર ચક્કર લાગવીને ચાલતી પકડી હતી.ત્યારે કોઝવેના કાંઠે બેઠેલા તેના પરિવારજનો અને ગ્રામજનો લાચાર થઈને તંત્રને મદદનો પોકાર કરી રહ્યા છે.

માળીયા પંથકમાં આજે સવારથી મેઘરાજાએ ધમરોળીને નાખતા નદી નાળા અને કોઝવે બે કાંઠે વહેવા લાગ્યા હતા.ત્યારે આજે બપોરના સમયે જુના ઘાટીલા ગામે રહેતા જગાભાઈ ભરવાડ નામની યુવાન દૂધ ભરવા માટે ચાલીને નવા ઘાટીલા ગામે જઈ રહ્યો હતો.ત્યારે ઘાટીલા ગામે કોઝવેના ધસમસતા પાણીની વહેંણને ઓળગવા જતા તેઓ પાણીના જબરદસ્ત વહેંણમાં તણાઇ ગયા હતો.બપોરના સમયે બનેલી આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટરે પણ મીડિયા સાથેની વાતચીતમાં આ ઘટનાને પુષ્ટિ આપીને યુવાનને બચાવવા એક ટીમને મોકલી હોવાનું જણાવ્યું હતું પણ આજે રાત્રીના આઠ વાગ્યા સુધી તંત્ર ઘટનાસ્થળે ડોકાયું ન હોવાનો યુવાનના પરિવારજનોએ વસવસો વ્યક્ત કર્યો હતો.

- text

યુવાનના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમના પુત્રને કોઝવેમાંથી બચાવી લેવા માટે હજુ સુધી તંત્રની કોઈ ટીમ આવી જ નથી.જોકે બપોરના સમયે મામલતદાર અને પોલીસે માત્ર અહીં આવીને ચાલતી પડકી હતી હજુ સુધી યુવાનની મદદ માટે તંત્ર દ્વારા કોઈ સક્રિય પ્રયાસો કરવામાં આવ્યા નથી.ત્યારે આ ગંભીર ઘટનામાં તંત્ર મદદ માટે હજુ સુધી નહીં ફરકતા સમગ્ર જિલ્લા પ્રશાસન માત્ર સક્રિય હોવાનો ડોળ જ કરી રહ્યું હોવાનો ઘાટ ઘડાયો છે. બીજી તરફ યુવાનનો પરિવાર ઘટનાસ્થળે બેસીને કાયરે તંત્ર મદદે આવશે એની લાચારીભરી સ્થિતિ પ્રતીક્ષા કરી રહ્યો છે.તેથી કલેકટર આ બનાવને ગંભીરતાથી લઈને ઝડપથી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

 

- text