મોરબીના રામચોકમાં પાણીના વહેણમા કાર ફસાઈ : ક્રેનની મદદ લેવી પડી

- text


મોરબી : મોરબીના રામચોકમાં પાણીના વહેણમાં કાર વિચિત્ર રીતે ફસાઈ હતી. બાદમાં ક્રેનની મદદથી આ કારણે બહાર કાઢવી પડી હતી.

- text

મોરબીમાં આજે પડેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે રામચોક વિસ્તારમાં પણ ગોઠણડૂબ પાણી ભરાયા હતા. આ દરમિયાન પાણીનું વહેણ ખૂબ વધુ હોય એક કાર નાલામાં વહેણના કારણે વિચિત્ર રીતે ફસાઈ હતી. બાદમાં આ કારને એક ક્રેનની મદદથી બહાર કાઢવામા આવી હતી.

- text