જળબંબાકાર : શનિવારે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 7.5 ઇંચ વરસાદ અને ટંકારામાં 9 ઇંચ

મોરબી : મોરબી જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે. શનિવાર સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ 7.5 અને ટંકારામાં 9 ઇંચ પાણી વરસી ગયું છે.હાલ મોરબી અને ટંકારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી અને ટંકારામાં અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા છે.

સવારે 6 થી બપોરે 12 સુધીનો વરસાદ
મોરબી – 189 mm
ટંકારા – 224 mm
માળીયા – 54 mm
વાંકાનેર – 78 mm
હળવદ – 47 mm

નોંધ : 25 mm એ એક ઇંચ વરસાદ થાય