વરસાદ : રાત્રી 12થી સવારના 8 વાગ્યા સુધીમાં ટંકારામાં ચાર ઇંચ, મોરબી અને વાંકાનેરમાં 2.5 ઇંચ

શુક્રવાર સવારના 6થી શનિવાર સવારના 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં મોરબીમાં 7 ઇંચ, વાંકાનેરમાં 4 ઇંચ હળવદમાં 7 ઇંચ અને ટંકારામાં 6 અને માળીયામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં આ વરસાદની સીઝનમાં પ્રથમ વખત મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. શુક્રવારની રાત્રીના 12 થી શનિવારની સવારના 8 વાગ્યા સુધીમાં મોરબીમાં 62 એમએમ, વાંકાનેરમાં 59 mm, હળવદમાં 34 mm, ટંકારામાં 97 mm અને માળિયામાં 34 mm વરસાદ નોંધાયો છે.

શુક્રવાર સવારના 6 વાગ્યાથી શનિવારના સવારના 6 વાગ્યા સુધી પડેલો વરસાદ

મોરબી – 163 mm
વાંકાનેર – 93 mm
હળવદ – 172 mm
ટંકારા – 161 mm
માળીયા – 100 mm

મોરબી જિલ્લામાં સિઝીન દરમિયાન પડેલો કુલ વરસાદ ( શનિવાર સવારના 6 વાગ્યા સુધીમાં)

મોરબી – 333 mm
વાંકાનેર – 382 mm
હળવદ – 245 mm
ટંકારા – 433 mm
માળીયા – 219 mm

(નોંધ : 25 એમએમ એ એક ઇંચ વરસાદ થાય)