મોરબી જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક : બંગાવાડી અને ડેમી 1 ઓવરફ્લો, મચ્છુ 2ની સપાટી 22 ફૂટે પોહચી

- text


મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે જિલ્લાના મોટા ભાગના ડેમોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે.

મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ જોઈએ તો વાંકાનેર ના મચ્છુ 1 ડેમ 38.76 ફૂટ ભરાયો આ ડેમની કુલ 49 ફૂટ ની સપાટી છે. આ ડેમ માં હાલ 23155 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે. તો મોરબીના મચ્છુ 2 ડેમ 21.56 ફૂટ પહોંચ્યો આ ડેમની કુલ સપાટી 33 ફૂટ છે. હાલ મચ્છુ 2 ડેમ માં 42885 ક્યુસેક પાણી ની આવક ચાલુ છે. જ્યારે ટંકારા નજીક આવેલ બંગાવડી ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ટંકારાનું બંગાવડી તેમજ જોડિયા ના ટીંબડી, રસનાળ, સૂર્યાવદર અને ચન્દ્રવદરનો સમાવેશ થાય છે. આ ગામના લોકોનો નદીના પટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.

મોરબીના પત્રકાર રાજેશ અંબાલિયાના જણાવ્યા મુજબ મોરબી જીલ્લાના ડેમોમાં 24 કલાક દરમિયાન આવેલ નવા નીરની વિગત

મચ્છુ-1 ડેમમાં 3.38 ફૂટ
મચ્છુ-2 ડેમમાં 3.51 ફૂટ
મચ્છુ-3 ડેમમાં 3.64 ફૂટ
ડેમી-1 ડેમમાં 4.27 ફૂટ
ડેમી-2 ડેમમાં 9.84 ફૂટ
ઘોડાધ્રોઈ ડેમમાં 4.92 ફૂટ
બંગાવડી ડેમમાં 9.68 ફૂટ
બ્રાહ્મણી ડેમમાં 0.72 ફૂટ
બ્રાહ્મણી-2 ડેમમાં 1.48 ફૂટ
ડેમી-3 ડેમમાં 7.55 ફૂટ

જયારે ટંકારાના પ્રતિનિધિ જયેશ ભટ્ટાસણાના (મો. 8141208873) જણાવ્યા મુજબ ટંકારામાં આખા દિવસનો નવ ઈચ વરસાદ થી ખાલી ખમ ડેમો છલકાવાની અણી એ છે.જેમાં મિતાણા ડેમ 10 સેનટીમિટર થી ઓવરફલો થાય છે. બંગાવડી ડેમ અને રાજાવડ ડેમ પણ ભરપુર માત્રા મા આવક થઈ રહી છે.

- text

રોડ રસ્તામાં ચારેકોર પાણી પાણી છે.ગામો ગામ નદી નાળા બે કાઠે વહી રહ્યા છે. તંત્ર આખી રાત ધમધમતુ રહ્યું છે. મામલતદર પંડ્યા અને ટીમ સાથે Tdo તરખાલા અને ટિમ સતત ગામડાઓની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

આ લખાય છે ત્યારે મિતાણા ના તલાટી સોનારા ના જણાવ્યા મુજબ ડેમ 10 સેનટીમિટર થી વધુ ઓવરફલો થઈ રહો છે .

- text