મચ્છુ 2 ડેમના પાંચ દરવાજા બપોરે ખોલાશે : મોરબીનો બેઠો પુલ બંધ કરાયો

- text


નદી હેઠવાસના વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના અપાઈ: મચ્છુ નદીના પટ્ટમાં રહેતા લોકોને તંત્રએ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી

મોરબી : મોરબીમાં ભારે વરસાદને પગલે હવે સ્થિતિ ગંભીર બની રહી છે.મચ્છુ 2 ડેમમાં સતત પાણીની અવકથી ઓવરફ્લો થવાની શક્યતા છે.ત્યારે આ ડેમના પાંચ દરવાજા બપોરે ખીલવામાં આવશે તેવું ડેમના અધિકારીઓ જણાવ્યું છે.જેના પગલે મોરબીનો બેઠો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે.અને નદી હેઠવાસના વિસ્તરોના લોકોને સલામતી સ્થળે ખસી જવા અને મચ્છુ નદીના પટ્ટમાં અવરજવર ન કરવા લોકોને સૂચના આપવામાં આવી છે.

- text

મોરબી જિલ્લામાં સતત એકધારા ભારે વરસાદને કારણે ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.જ્યારે મોરબીની જીવાદોરી ગણાતાં મચ્છુ 2 ડેમમાં સતત પાણીની આવક વધતી હોવાથી ઓવરફ્લો થવાની શક્યતા છે.આ અંગે મચ્છુ 2 ડેમના અધિકારીએ જણાવ્યું હતું કે,મચ્છુ ડેમના પાંચ દરવાજા બપોરે ખોલવામાં આવશે. જેથી મચ્છુ નદી ગાડીતુર થવાની સંભાવનને ધ્યાને લઈને સાવચેતીના ભાગરૂપે હાલમાં મોરબીના બન્ને પુલ નીચેના અને મચ્છુ નદી પરના બેઠપુલને બંધ કરી દેવામાં આવ્યો છે અને મચ્છુ નદીના પટ્ટમાંથી તંત્રે લોકોને સલામત સ્થળે ખસેડી દેવાની કામગીરી હાથ ધરી છે.જ્યારે પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું હતું કે, મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થવાની શક્યતા હોવાથી મચ્છુ નદીના પટ્ટના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી દીધી છે અને મચ્છુ નદીના પાણી આસપાસના ગામોને અસર કરે તેવી સંભાવના હોવાથી અસરગ્રસ્ત ગ્રામ વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે જતા રહેવાની અને નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવાની લોકોને સૂચના આપી છે. હાલ સમગ્ર જિલ્લા પ્રશાસન જિલ્લાની સમગ્ર પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખી રહ્યું છે.

- text