હળવદમાં ભારે વરસાદને પગલે ૨૮ વીજપોલ ધરાશાયી

- text


વિજયંત્રએ વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી કરી

હળવદ : હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં લાંબો સમય સુધી વરૂણ દેવે રિસાયા બાદ ગઈકાલ સવારથી જ હળવદમાં અવિરતપણે મેંઘ સવારી યથાવત રહી છે જેના પગલે ૮ ઈચથી વધુ વરસાદ નોંધાયો છે તેવામાં વરસાદના કારણે હળવદમાં ૨૮ થી વધુ વીજપોલ ધરાશાયી થઇ જતાં કર્મચારીઓ દ્વારા વીજ પુરવઠો પુન ચાલુ કરવા કામમાં જોતરાયા હોવાનું જાણવા મળી રહ્યું છ.

હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલ સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ને પગલે હળવદમાં 28 થી વધુ વીજપોલ ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે જેના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે વિજપોલ ધરાશાયી થવાના પગલે પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા હાલ વીજપુરવઠો પુન ચાલુ કરવા કામમાં જોડાયા હોવાનું સામે આવ્યું છે

- text

આ અંગે પીજીવીસીએલના અધિકારી શ્રી પઢીયાર નો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે હળવદમાં ૨૮ જેટલા વીજપોલ ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે હાલ વરસાદ ચાલુ હોય જેથી વીજપોલ ઊભા કરવા મુશ્કેલ છે જેના કારણે વાયરોને અન્ય વીજ વાયર સાથે જોડી વીજ પુરવઠો ચાલુ કરવા અમારી ટીમ કામે લાગી છે અને વહેલી તકે વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

 

- text