મોરબી જિલ્લામા બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં મેઘરાજાએ ખમૈયા કરતા હાશકારો

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલથી વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે. આજે શનિવાર બપોરના 2 થી 4 દરમિયાન મેઘરાજાએ ખમૈયા કરતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. આ બે કલાકમાં મોરબીમાં 2 મિમી, વાંકાનેરમા 1 મીમી, હળવદમા 1 મિમી, ટંકારામા 10 મીમી અને માળીયામાં 22 મિમી વરસાદ નોંધાયો છે.

જયારે શનિવારે સવારના 6 વાગ્યા થી બપોરના 4 વાગ્યા સુધીમાં મોરબીમાં 10.5 ઇંચ, વાંકાનેરમાં 3.5 ઇંચ, હળવદમાં પણ 3.5 ઇંચ, જયારે ટંકારામાં પણ 10.75 ઇંચ અને માળિયામાં 7.75 ઇંચ વરસાદ નોંધાયો છે. હાલ મોરબી અને ટંકારામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી અને ટંકારામાં અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા છે. જો કે છેલ્લી બે કલાકમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો હોય લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

બપોરે 2 થી 4 વાગ્યા સુધીનો વરસાદ
મોરબી – 2 mm
ટંકારા – 10 mm
માળીયા -22mm
વાંકાનેર – 1 mm
હળવદ – 1 mm

આજનો કુલ વરસાદ : સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીનો વરસાદ
મોરબી – 259 mm
ટંકારા – 268 mm
માળીયા -193 mm
વાંકાનેર – 89 mm
હળવદ – 85 mm

નોંધ : 25 mm એ એક ઇંચ વરસાદ થાય