ટંકારામાં ફરતે કોર પાણી અને વચ્ચે ધર : 10 સભ્યો ફસાયા

- text


તરવૈયા દ્વારા તમામને બચાવી લેવાની કામગીરી હાથ ધરાઈ

ટંકારા : ટંકારાના કલ્યાણપર રોડ આવેલ મફતિયાપરામાં રહેતા એક પરિવારના 10 સભ્યો ફરતે કોર પાણીમાં ફસાઈ ગયા હતા.આ બનાવની જાણ થતાં તંત્ર દ્વારા ખાસ તરવૈયાઓ મારફત બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ટંકારામાં આજે મેઘ તાંડવ થતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે.ત્યારે ટંકારાના કલ્યાણપર રોડ પર આવેલા મફતિયા પરામાં રહેતા એક પરિવારના 10 સભ્યો પાણીમાં ફસાઈ ગયા છે.જોકે તેમના ઘર ફરતે પાણી હોવાથી બહાર નીકળી શકે તેમ ન હોવાથી 10 સભ્યોએ બચાવનો પોકાર કર્યો હતો. આ બનાવની જાણ થતાં સ્થાનિક તંત્રએ એક તરવૈયાની ટીમ મોકલી છે અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર પરિસ્થિતિનું ટંકારાના પ્રાંત અધિકારી અને મામલતદાર સતત નિરીક્ષણ કરી રહ્યા છે.

- text

 

- text