મચ્છુ – 2 ડેમમાં હજુ 51 હજાર ક્યૂસેક પાણીની આવક ચાલુ : 10 દરવાજા 8 ફૂટે ખુલ્લા

- text


બપોરે 14 દરવાજા ખોલાયા બાદ પાણીની આવક ઘટતા 4 દરવાજા બંધ કરાયા

મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમના હજુ 10 દરવાજા 8 ફૂટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. જો કે બપોરે કુલ 14 દરવાજા ખોલવામાં આવ્યા હતા. પરંતુ પાણીની આવક ઘટીને 51 હજાર ક્યુસેકે પહોંચતા 4 દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.

મોરબી પંથકમા ગઇકાલથી અવિરતપણે વરસાદ વરસતા ડેમોમા પાણીની પુષ્કળ આવક થઈ છે. જેમાં શહેરનો જીવાદોરી ગણાતો મચ્છુ-2 ડેમ પાણીની ધોધમાર આવકના કારણે ઓવરફ્લો થઈ ગયો હતો. જેથી ડેમના સૌ પ્રથમ 5 દરવાજા, બાદમાં 8 દરવાજા, ત્યારબાદ 12 દરવાજા ખોલવામાં આવ્યા હતા. બાદમાં પાણીની આવક સતત વધતી હોવાથી ડેમના 14 દરવાજા 8 ફૂટે ખોલવામાં આવ્યા હતા.

જો કે હાલ પાણીની આવક ઘટીને 51 હજાર ક્યુસેકે પહોંચતા ડેમના 4 દરવાજાને બંધ કરીને હાલ 10 દરવાજાને 8 ફૂટે ખુલ્લા રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text