મોરબીમાં સ્વીટ, નમકીન અને ડેરી ફાર્મના દુકાનદારોની રવિવારે બેઠક

- text


એસોસિએશનની રચના અનેફૂડ લાઇસન્સ કઢાવવા મુદ્દે ચર્ચા વિચારણા કરાશે

મોરબી : મોરબીના સ્વીટ, નમકીન અને ડેરી ફાર્મના દુકાનદારોની રવિવારે બેઠક યોજનાર છે. આ બેઠકમાં એસોસિએશનની રચના, ફૂડ લાઇસન્સ કઢાવવા અને આઇડી કાર્ડ બનાવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.

- text

મોરબીના સ્વીટ, નમકીન અને ડેરી ફાર્મના દુકાનદારોની અગત્યની બેઠક આગામી તા. 11ને રવિવારે રાત્રે 9 કલાકે ઉમિયા હોલ, એપલ હોસ્પિટલ સામે, શનાળા રોડ ખાતે યોજવામાં આવનાર છે. આ બેઠકમાં સરકારના નિયમો મુજબ એસોસિએશનની રચના કરવી, ફૂડ લાઇસન્સ કઢાવવા, આઈડી કાર્ડ બનાવવા તેમજ અન્ય નિયમો અને સુચનોની ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં ભાગ લેવા માટે મો.નં. 9429579977 અથવા 9428034239 ઉપર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text