મોરબી : ભારે વરસાદની આગાહીના પગલે કલેક્ટરે તાકીદની મિટિંગ બોલાવી : એક NDRFની ટિમ સ્ટેન્ડબાય

- text


મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવાર સવારથી વરસાદ પડી રહ્યો છે. રાત્રીના 8 વાગ્યા પછી વરસાદનું જોર વધ્યું છે. તેમાં પણ મોરબી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરતા મોરબી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.

મોરબીમાં જિલ્લામાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે. અને હજુ ભારે વરસાદની ચેતવણીના પગલે મોરબી જિલ્લા કલેકટર આર.જે.માકડીયા અને અધિક કલેકટર કેતન જોશીની અધ્યક્ષતા મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે મોડી રાત્રીના જિલ્લાના જવાબદાર અધિકારીઓની તાકીદની બેઠક બોલવામાં આવી હતી. જેમાં ભારે વરસાદની સ્થિતિને પોહચી વળવા અને નીચાંણ વાળા વિસ્તારોમાં લોકોને સાવધ કરવા અને જરૂર પડ્યે સ્થાનાંતર કરવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ દરેક વિભાગોને એલર્ટ રહેવાના આદેશો આપવામાં આવ્યા છે. આ સાથે તંત્ર દ્વારા લોકોને ખોટી અફવા પર ધ્યાન ન આપવા અને તંત્ર દ્વારા અપાતી સુચનાનું પાલન કરવા અપીલ કરાઈ છે.

જ્યારે મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં બચાવ કામગીરી માટે એક NDRFની ટીમને પણ સાવચેતીના ભાગ રૂપે તૈનાત કરી દેવામાં આવી છે.

- text

જયારે શનિવારે ભારે વરસાદની આગાહીના પગલે મોરબીની શિશુમંદિરની નવા બસસ્ટેન્ડ અને શનાળાની શાળામાં સ્વૈચ્છિક રજા જાહેર કરાઇ છે. આ ઉપરાંત અન્ય અમુક સ્કૂલો દ્વારા પણ સાવચેતીના ભાગ રૂપે રજા જાહેર કરાઇ તેવી શક્યતા છે.

મોરબીના સમાચારો સરળતાથી વાંચવા માટે અમારી Morbi Update એન્ડ્રોઈડ એપ્લિકેશન ડોઉનલોડ કરો અને મેળવવા રહો મોરબી જિલ્લાના તમામ તાજા સમાચારો : https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text