બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં હળવદમા દોઢ, ટંકારામા સવા અને મોરબીમાં પોણો ઇંચ વરસાદ

- text


 સવારથી સાંજે 4 વાગ્યા સુધીમાં હળવદમાં સાડા ત્રણ, ટંકારામાં બે અને મોરબીમાં પોણા બે ઇંચ વરસાદ : ઠેર ઠેર પાણી ભરાયા

મોરબી : મોરબી પંથકમાં ત્રણ દિવસના વિરામ બાદ આજે મેઘરાજાની પધરામણી થઈ છે. પંથકમાં સવારથી ધીમીધારે મેઘરાજા અવિરત પણે વરસી રહ્યા છે. ત્યારે છેલ્લા બે કલાકમાં હળવદમા દોઢ, ટંકારામા સવા અને મોરબીમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લામા આજે સર્વત્ર મેઘમહેર જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસ વિરામ લીધા બાદ મેઘરાજા આજે ફરી પધાર્યા છે. જિલ્લામા આજે સવારથી જ ધીમીધારે મેઘરાજા વરસી રહ્યા છે. જેમાં છેલ્લા બે કલાક એટલે કે બપોરે 2 થી 4ના આંકડા ઉપર નજર કરીએ મોરબીમાં 20 મિમી,
વાંકાનેરમા 7 મીમી, હળવદમા 39 મિમી, ટંકારામા 30 મિમી અને માળિયામા 14 મિમી વરસાદ નોંધાયો છે.

- text

આજે સવારથી સાંજના 4 વાગ્યાના વરસાદના આંકડા જોઈએ તો મોરબીમા 43 મિમી, વાંકાનેરમા 18મિમી, હળવદ 88 મિમી, ટંકારામા 48 મિમી, માળિયામા 41મિમી વરસાદ પડ્યો છે. જિલ્લામા હાલ પણ ધીમીધારે હજુ વરસાદ વરસવાનું ચાલુ જ છે.

- text