ચેક રિટર્ન થતા ઉઘરાણી કરતા વેપારીને મળી જાનથી મારી નાખવાની ધમકી

- text


મોરબી : મોરબીના નવાગામમાં મોબાઈલની દુકાન ધરવતા વેપારીએ યુવાને ચેકથી મોબાઈલ વેંચ્યા હતા પણ ચેક રીર્ટન થતા વેપારીએ રૂપિયાની ઉઘરાણી કરતા વેપારીને અપશબ્દ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ તાલુકા મથક પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

- text

બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના સામાકાંઠે રેહતા અને લાલપર ગામે શ્રી હરી ચેમ્બરમાં ધર્મરાજ નામની મોબઈલ દુકાન ધરવતા બીપીનભાઇ વિઠ્ઠલભાઇ કૈલાએ ગત તારીખ 24/4થી 29/4 દરમ્યાન પંકજ કેશવજીભાઇ ફેફર રહે. લખીરપુર વાળાને ઓપો કંપનીના ચાર મોબાઈલ કે જેની કિંમત રૂપિયા 94000 છે તે વેંચ્યા હતા. જેની ચુકવણી પંકજે ચેકથી કરી હતી. વેપારી ચેક બેંકમાં નાખતા ચેક રિટર્ન થતા વેપારીએ પંકજને રૂપિયાની ઉઘરાણી માટે ફોન કરતા પંકજે વેપારીને અપશબ્દ કહી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે તાલુકા પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. જે બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ આર.એ.જાડેજા ચલાવી રહ્યા છે.

- text