મોરબીના બાપાસીતારામ ચોકમા ભૂગર્ભ ગટરનું ઢાંકણુ તૂટતા દુર્ઘટનાની ભીતિ

- text


મોરબી : મોરબીના બાપા સીતારામ ચોકમાં ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જતા હાલ ગટર ખુલી હાલતમાં હોવાથી દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે.

- text

આ અંગે યુવા સામાજિક આગેવાન યોગી પટેલે મોરબી અપડેટને જણાવ્યું હતું કે મોરબીના બાપા સીતારામ ચોકમાં રવાપર રોડ પર ભરત પાન પાસે ભૂગર્ભ ગટરનું ઢાંકણું કોઈ કારણોસર તૂટી ગયું છે. ત્યારે પાલિકા દ્વારા અહીં ઢાંકણું નાખવાની તસ્દી લેવામાં ન આવતા અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.

- text