મોરબી : નવયુગ સંકુલની 700 વિદ્યાર્થીનીઓએ વડાપ્રધાન મોદીને રાખડીઓ મોકલાવી

- text


વિદ્યાર્થીનીઓએ રાખડી સાથે શુભેચ્છાપત્રો મોકલાવીને વડાપ્રધાનના દીર્ઘાયુ માટે ઈશ્વરને પ્રાર્થના કરી

મોરબી : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે કાશ્મીર પરની 370ની કલમ હટાવીને અખંડ ભારતનુ પુનર્ગઠન કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે જેનાથી વડાપ્રધાન મોદી પ્રત્યે સમગ્ર દેશને ગૌરવની લાગણી ઉપજી છે.ત્યારે મોરબીના નામાંકિત શૈક્ષણિક સંકુલ નવયુગ શૈક્ષણિક સંકુલની 700 જેટલી વિદ્યાર્થીનીઓએ વડાપ્રધાન મોદીને જાતે બનાવેલી રાખડી સાથે શુભેચ્છા સંદેશના પત્રો મોકલાવીને ઈશ્વર સમક્ષ તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરી છે.

- text

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં વિવિધ વિભાગમાં અભ્યાસ કરતી 700 વિદ્યાર્થીનીઓએ સતત દેશના હિતમાં કામ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રક્ષા માટે જાતે જ રાખડીઓ બનાવીને મોકલવાનો નિર્ણય કર્યો હતો અને રક્ષાબંધન નજીક આવતા વડાપ્રધાન મોદીને રાખડી મોકલવવા માટેના પોતાના વિચારો વિદ્યાર્થીનીઓએ નવયુગ સંકુલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા સમક્ષ રજુ કર્યો હતા અને વિદ્યાર્થીનીઓની આ ઉમદા ભાવના જોઈને તેઓએ પ્રભાવિત થઈને આ અંગે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી.બાદમાં નવયુગ સંકુલની 700 વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉમદા ભાવનાથી જાતેજ રાખડીઓ બનાવીને આ સુંદર કલાત્મક રાખડીઓને વડાપ્રધાન મોદીને મોકલાવી છે.સાથે સાથે જાતે જ શુભેચ્છા સંદેશ માટે પત્રો લખીને તેમને મોકલી ઈશ્વર સમક્ષ તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરી છે.

- text