હળવદમાં ચાલતી ખનીજ ચોરી પર ફ્લાઈંગ સ્કોર્ડ ત્રાટકી : ૬ ડમ્પરો ઝડપાયા

- text


ગાંધીનગર ની ટીમએ રૂપિયા ૭૦લાખનો મુદ્દામાલ સીઝ કર્યો

હળવદ : આજે વહેલી સવારે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ ની ટીમ દ્વારા હળવદ પાસેથી રેતી ચોરી કરી લઇ જતા ૬ ડમ્પર ને ઝડપી લેતા ખનીજ માફિયાઓ માં દોડધામ મચી જવા પામી હતી ગાંધીનગરની ટીમ દ્વારા ઝડપાયેલ ડમ્પર ને હળવદ પોલીસ મથકે લાવી ચાલકોને ખાણ ખનીજ નો મેમો ફટકારી રૂપિયા ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

પંથકની બ્રાહ્મણી નદીમાં ખનીજ ચોરીને ડામવા આજે વહેલી સવારે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ એ હળવદમાં ધામા નાખ્યા હતા તે અરસામાં હળવદ નજીકથી ખનીજ ચોરી કરી લઈ જતા ૬ ડમ્પરને ઝડપી લઇ ઝડપાયેલા તમામ ડમ્પર ચાલકોને ખાણ ખનીજ નો મેમો ફટકારી રૂપિયા ૭૦ લાખનો મુદ્દામાલ સીજ કરતા ખનીજ માફિયાઓ માં ભારે ફફડાટ વ્યાપી ગયો છે

- text

ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ ના માઇન્ડ સુપરવાઈઝર કે.ડી ડાભી સહિતની ટીમ દ્વારા ખાનગી ગાડીમાં હળવદ પંથકમાં ખનીજ ચોરીને ડામવા દરોડા પાડતા ૬ જેટલા ડફેરો ઝડપાયા છે

ઝડપાયેલ ડમ્પર
જીજે-૩૬-ટી-૬૨૭૪
જીજે-૩૬-ટી-૬૮૦૦
જીજે-૩૬-ટી-૬૨૭૫
જીજે-૩૬-ટી-૭૫૨૪
જીજે-૩૬-ટી-૭૪૪૦
જીજે-૩૬-ટી-૨૭૭૭

ઝડપાયેલા ચાલકો
બળદેવભાઈ લક્ષ્મણભાઈ રહે હળવદ,મનસુખભાઈ પેથાભાઈ રહે હળવદ,સાજણભાઈ વેલ સિંહ રહે એમ.પી, મુકેશભાઈ પ્રેમજીભાઈ રહે ટીકર,મુકેશભાઈ બાબુભાઈ,જગદીશભાઈ બીજલભાઈ રહે સરંભડા

 

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text