મોરબી : ભારત વિકાસ પરિષદ દ્વારા ‘ભારત કો જાનો’ પ્રશ્નમંચ યોજાયો

- text


જુદી જુદી શાળાઓના દોઢ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રશ્નમંચ અંતર્ગત પરીક્ષા આપી

મોરબી : ભારત વિકાસ પરિષદ, મોરબી દ્વારા જુદી જુદી શાળાઓમાં બાળકોના વ્યક્તિત્વના ઘડતર માટે ‘ભારત કો જાનો’ પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપ્રેમી સંસ્થા ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા ‘ભારત કો જાનો’ પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ સ્પર્ધાનો નહીં પરંતુ બાળકોના વ્યક્તિત્વના ઘડતર સાથે જ્ઞાન મેળવે તેમજ ભારતીય ઈતિહાસ વર્તમાન પ્રવાહો ભૂગોળની સાથોસાથ ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય તેવો છે. આ સ્પર્ધાના પ્રથમ રાઉન્ડમાં મોરબીની જુદી જુદી શાળાઓના 1500 થી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર તમામ વિધાર્થીઓને ઝેડ વિટ્રિફાઇડ પ્રાઇવેટ લિમિટેડ તેમજ લેમોરેક્સ ગ્રેનિટો એલ.એલ.પી.ના આર્થિક યોગદાનથી પ્રમાણપત્ર આપવામાં આવશે. શાળા કક્ષાએ વિજેતા થનાર તમામ વિજેતાઓને કમાન્ડર વિટ્રિફાઇડ પ્રાઇવેટ લીમીટેદ તેમજ Q-7 સીરામીક એલ.એલ.પી તરફથી શિલ્ડ આપવામાં આવશે.

- text

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી હરેશભાઇ બોપલીયા, દિલીપભાઈ પરમાર, ડો પનારા, પંકજભાઈ ફેફર, રાવતભાઈ કાનગડ, હરદેવભાઈ ડાંગર, મનીષભાઈ કુંડારીયા, યોગેશભાઈ જોશી, ડો. ઉત્સવભાઈ દવે, ધૃમીલભાઈ આડેસરા, વિશાલભાઈ બરાસરા, ચેતનભાઈ સાણંદીયા, ચિરાગભાઈ હોથી, કિશનભાઈ વાગડિયા, અશોકભાઈ ઘોડાસરા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. આગામી દિવસોમાં ભારત કો જાનો પ્રશ્ન મંચનો ફાઈનલ તમામ શાળાના વિજેતા વિધાર્થીઓ વચ્ચે યોજાશે જેમા વિજેતા બનનાર ટીમ પ્રદેશ કક્ષાએ ભાગ લેશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text