ટંકારાના હરબટિયાળી ખાતે શનિવારે તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાશે

- text


ટંકારા : ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે શનિવારે તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ધારાસભ્ય સહિતના મહાનુભવોની હાજરીમાં વૃક્ષારોપણ કરીને વૃક્ષોના ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવશે.

ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે આગામી તા.10ને શનિવારે સવારે 9-30 વાગ્યે તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજાનાર તાલુકા કક્ષાના વન મહોત્સવના કાર્યક્રમમાં ટંકારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.ટી.કુંડારીયા, મામલતદાર બી.કે.પંડયા, ટી.ડી.ઓ. એન.એચ.તરખલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને વૃક્ષારોપણ કરીને વૃક્ષ ઉછેરનો સંકલ્પ લેવામાં આવશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text