વાંકાનેરની તીથવા પ્રાથમિક શાળા અને માળીયા-મિયાણાની જોષી હાઈસ્કૂલમાં વૃક્ષારોપણ

આજે તારીખ 6ને મંગળવારે વાંકાનેરના તીથવા ગામની પ્રાથમિક શાળામાં ‘એક બાળ, એક વૃક્ષ’ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને માળીયા મિયાણાની જોષી હાઈસ્કૂલમાં પણ વૃક્ષારોપણ કરાયું હતું.

આજ રોજ મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાના તીથવા ગામમા આવેલ તીથવા નવી પ્રાથમિક શાળામાં ‘એક બાળ, એક વૃક્ષ’ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમની ઉજવણી કરવામા આવી હતી. જેમા સી.આર.સી. થડેસર કૌશિકભાઇ અને તાલુકા શાળાના આચાર્ય કમલેશભાઇ ગોસરાના માર્ગદર્શન હેઠળ તીથવા નવી પ્રાથમિક શાળાના આચાર્ય નિતિનભાઇ વારા, આ.શિ.શિક્ષક અભયભાઇ ઢેઢી, કેતનભાઇ સોલંકી અને ડુસારા નિશાબેનની મહેનતથી આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.

તો બીજી તરફ માળીયા મિયાણા ખાતે જોષી હાઈસ્કૂલમાં એક બાળ એક ઝાડ કાર્યક્રમ હેઠળ 2900 ચો.ફુટના વિસ્તાર નીગડદાની દિવાલ બનાવી 150 વૃક્ષોનુ જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા અને વિદ્યાર્થીઓના હસ્તે વાવેતર કરવામાં આવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne