31 ઓગસ્ટ સુધી વ્યવસાય વેરો ભરો અને સંપૂર્ણ વ્યાજ માફીનો લાભ લ્યો :મોરબી પાલિકાની જાહેરાત

- text


મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા પાલિકાની હદમાં વ્યવસાય કરતા વ્યવસાય વેરો ભરતા લોકો માટે વ્યાજ માફીની યોજના જાહેર કરી છે. 31 ઓગસ્ટ સુધીમાં વ્યવસાય વેરો ભરનાર માટે સંપૂર્ણ વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી છે.

વ્યવસાય વેરો માફ કરવાની યોજનાની જાહેરાત કરતા પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, ચીફ ઓફિસર સાગર રાડીયા અને વ્યવસાય વેરા અધિકારી આનંદ દવેએ એક યાદીમાં જણાવ્યું છે કે વ્યવસાય કરતા આસમી, વેપારીઓને સરકારના પરિપત્ર મુજબ 31 ઓગસ્ટ સુધી વ્યવસાય વેરો ભરનાર આસામીઓને સંપૂર્ણ વ્યાજ માફી આપવામાં આવશે. જોકે જે વેપારી, આસામીઓની રજીસ્ટરમાં નોંધ હશે તેને જ આ યોજનાનો લાભ આપવામાં આવનાર છે. 30 સપ્ટેમ્બર 2019 પછી વ્યવસાય વેરા પર પ્રતિ માસ 1.5% લેખે વ્યાજ વસૂલવામાં આવશે. આથી પાલિકા તરફથી વ્યાજ માફી યોજનાનો લાભ લેવા વેપારીઓને અપીલ કરવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text