સાર્થક વિદ્યામંદિરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીનું આયોજન

- text


મોરબી : શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે આખું ભારત અને વિશ્વ સંસ્કૃત દિવસ તરીકેની ઉજવણી કરે છે ત્યારે મોરબી સંસ્કૃત ભારતી અને સાર્થક વિદ્યામંદિર પણ સંસ્કૃત સપ્તાહની ઉજવણી શરૂ કરશે.

તારીખ 8 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી દરમિયાન શાળામાં પ્રાર્થનાસભા સંપૂર્ણ સંસ્કૃતમાં થશે. જેમાં દિન મહિમા, પંચાંગ, સમાચાર વગેરે સંસ્કૃતમાં રજૂ થશે. આ સપ્તાહ દરમિયાન શાળામાં સામાન્ય સૂચનાઓ પણ સંસ્કૃતમાં આપવામાં આવશે. ઉજવણી દરમ્યાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં તારીખ 8ના રોજ સંસ્કૃત અભિનય ગીત અને સંસ્કૃત રમતોની સ્પર્ધા, તારીખ 9ના રોજ સંસ્કૃત સુભાષિત, સુભાષિત પઠન અને શબ્દ અંતાક્ષરી સ્પર્ધા, તારીખ 10ના રોજ સંસ્કૃત દિનચર્યા અને નાટક સ્પર્ધા, તારીખ13ના દિવસે સંસ્કૃત વક્તૃત્વ સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધા, તારીખ 14ના રોજ સંસ્કૃત સંભાષણ અને સમૂહગાન સ્પર્ધા યોજાશે. તારીખ 15 ઓગસ્ટના રોજ સંસ્કૃત દિવસ તરીકે ઉજવાશે. જેમાં ધ્વજવંદન બાદ સંસ્કૃતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તારીખ 8થી 14 ઓગસ્ટ દરમિયાન યોજાયેલ સ્પર્ધામાંથી પસંદ થયેલ કુલ 20 કૃતિઓ રજૂ થશે ત્યારે સંપૂર્ણ વાતાવરણ સંસ્કૃતમય બનશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને સંસ્કૃત પ્રેમી જનતાને પધારવા આયોજકોએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text