મોરબી : આમરણના ડાયમંડનગરમાં જમ્મુ કાશ્મીર અંગેના ઐતિહાસિક નિર્ણય માટે ઉજવણી

- text


મોરબી : ભારત સરકારે ગઈકાલે જમ્મુ કાશ્મીરને લઈને ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયને વધાવવા માટે મોરબીના આમરણના ડાયમંડનગર મુકામે આતશબાજી કરવામાં આવી હતી. ભારત સરકારે ગઈકાલે ઐતિહાસિક નિર્ણય લઈને કાશ્મીર પરની 370ની કલમ હટાવી દઈને અખંડ ભારત બનાવી દેતા સમગ્ર દેશની સાથે મોરબીવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે અને મોરબીમાં સર્વત્ર ઉજવણીનો માહોલ સર્જાયો છે. ભારત સરકારના આ નિર્ણયથી ઉત્સાહમાં આવીને આમરણ ખાતે આવેલા ડાયમંડનગરના રહેવાસીઓ દ્વારા આતશબાજી કરીને આ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text