મોરબી : કટાર લેખક અને પત્રકાર સ્વ.કાંતિભાઈ ભટ્ટને ભાવાંજલિ અર્પતા ધારાસભ્ય મેરજા

- text


મોરબી : કટાર લેખક અને પત્રકાર કાંતિભાઈ ભટ્ટના નિધનથી ગુજરાતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું છે. તેઓના નિધનથી શોક વ્યાપી ગયો છે. ત્યારે સ્વ. કાંતિભાઈ ભટ્ટને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ભાવાંજલિ અર્પી તેઓની લેખનશક્તિ વિશે પોતાના મંતવ્ય જણાવ્યા હતા.

સૌરાષ્ટ્રના મહુવા પાસેના ઝાંઝમેર ગામે વિપ્ર પરિવારમાં જન્મેલા કાંતિભાઈ ભટ્ટ આપબળે આગળ આવી ઈન્વેસ્ટીગેટીવ જર્નાલિઝમ અને કટાર લેખન દ્વારા એક સિધ્ધહસ્ત કોલમિસ્ટ તરીકે જગ મશહૂર થયા હતા. તેઓ સંવેદના શાહીમાં કલમને ઝબોળીને દિલ રેડીને લેખન પ્રક્રિયામાં ખુદને ખુપાવીને સાહિત્ય સર્જન કરતા હતા. આમ જોઈએ તો તેમનું સ્વાથ્ય તેમને સંપૂર્ણ સાથ આપતું ન હતું. તેમ છતાં સ્વસ્થતા ગુમાવ્યા વગર જીવ્યા ત્યાં સુધી લખતા રહ્યા. આવા એક દંતકથા રૂપ પત્રકાર અને લેખકની ખોટ લાંબા વખત સુધી વણ પૂરાયેલી રહેશે. તેવી કાંતિભાઈ ભટ્ટને ભાવાંજલિ અર્પીને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તેમને પારકી છઠીના જાગતલ એક જાગૃત પ્રહરી લેખાવ્યા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text