વાંકાનેર નજીક દારૂની 19 બોટલ સાથે ત્રણ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેરના થાન રોડ નજીક વિદેશી દારૂની 19 બોટલ કિંમત રૂ. 5700 સાથે પોલીસે ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે. આ સાથે અન્ય એક આરોપીનું નામ ખુલતા તેને પણ પકડી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના થાન રોડ પર હેમપેટ કારખાના પાસેથી સિટી પોલીસે વિક્રમ પરબતભાઇ સરૈયાને 16 બોટલ વિદેશી દારૂ સાથે પકડી પાડ્યો હતો. બાદમાં તેની પ્રાથમિક પૂછપરછમા આ જથ્થો તેને બાબુભાઇ મોનાભાઈ સરૈયા, નવઘણ પ્રેમજી સાદરિયા અને દિનેશ પ્રભુભાઈ મદરેણીયા પાસેથી લીધો હોવાનું ખુલતા પોલીસે બાબુભાઇ મોનાભાઈ સરૈયા, નવઘણ પ્રેમજી સાદરિયાને પકડી પાડ્યા હતા. આ તકે તેની પાસેથી 3 બોટલ દારૂ પકડાયો હતો.

- text

જ્યારે ત્રીજો આરોપી દિનેશ પ્રભુભાઈ મદરેણીયા ન મળી આવતા પોલીસે રૂ. 5700ની કિંમતનો 19 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી તેને પકડવાની તજવીજ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text