હળવદ : મને પૂછ્યા વગર દુકાને વસ્તુ લેવા કેમ ગઈ તેમ કહીને પતિએ પત્નીને માર માર્યો

- text


હળવદના વેગડવાવ ગામની પરણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે નોધાવી ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામે મને પૂછ્યા વગર દુકાને વસ્તુ લેવા કેમ ગઈ તેમ કહીને પતિએ પત્નીને માર માર્યો હતો.આથી પરણીતાએ તેના પતિ ઉપરાંત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતી મનીષાબેન શૈલેષભાઇ કણજારીયા ઉ.વ.27 નામની પરણીતાએ તેના પતિ શૈલેષભાઇ કરમશીભાઈ કણજારીયા તથા સાસરિયાઓ કરમશીભાઈ પિતામ્બરભાઈ કણજારીયા, સવિતાબેન કરમશીભાઈ કણજારીયા, ઊર્મિલાબેન અનિલભાઈ દલવાડી સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગતતા.26 જુલાઈના રોજ આરોપીઓને પૂછ્યા વગર પરણીતા દુકાને ચીજ વસ્તુ લેવા ગઈ હોય તે બાબતનું મનદુઃખ રાખીને સાસરિયાઓએ ગાળો આપી તથા પતિ શૈલેષભાઇએ લોખડના પાઇપ વતી તેની પત્નીને માર મારી ફ્રેક્ચર જેવી ઇજાઓ કરી હતી તેમજ આરોપીઓએ પરણીતાને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આથી આ બનાવ અંગે પરણીતાએ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text