વાંકાનેર : ઘીયાવાડ પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયું

- text


વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળા, સી.આર.સી.જુના કાણકોટ, તાલુકો-વાંકાનેર, જીલ્લો.મોરબીમાં “એક બાળ-એક ઝાડ” કાર્યક્રમ અંતર્ગત શાળા પરિસરમાં અને વિદ્યાર્થીઓના ઘરે ઘરે કુલ 170 જેટલા વૃક્ષોનું આરોપણ કરવામાં આવ્યું હતું. વાંકાનેરની ઘીયાવાડ પ્રાથમિક શાળામાં શાળા પરિસરમાં 45 અને વિદ્યાર્થીઓના ઘરે ઘરે 125 આમ કુલ 170 જેટલા ગરમાળો, ગુલમહોર, લીમડો, વડ, નીલગીરી જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં સી.આર.સી કો-ઓર્ડીનેટર ગિરિરાજસિંહ ઝાલાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ શિક્ષક રવજીભાઈ વિજયભાઈ દિનેશભાઈ તથા એસ.એમ.સી સભ્યો અને ઉપસરપંચ ધ્રુવરાજસિંહ અને વિદ્યાર્થીઓએ ઉત્સવ રૂપે ઉત્સાહથી વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરીને પર્યાવરણ નુ જતન કરવાનો ધ્યેય સાર્થક કરવા સુંદર પ્રયત્ન કર્યો હતો. વૃક્ષોના રોપા ફાળવવા માટે પંચાસર નર્સરી -વાંકાનેરનો આભાર પણ માનવામાં આવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text