ટંકારા : જુના નસીતપર પ્રા.શાળામાં વૃક્ષારોપણ અને રોપાનું વિતરણ કરાયું

- text


ટંકારા : આજરોજ તા 2ને શુક્રવારે ટંકારા તાલુકાની જુના નસીતપર પ્રાથમિક શાળામાં ‘એક બાળ એક ઝાડ’ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ અને દરેક બાળકને રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. ટંકારાની જુના નસીતપર પ્રાથમિક શાળામાં આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ સાણજા, ટંકારા તા.પ્રા.શિ. સંઘના પ્રમુખ છાયાબેન માકાસણા, બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, ટંકારા તા.પ્રા.શિ. સહકારી મંડળીના પ્રમુખ મગનલાલ ઉજરીયા, ઉપપ્રમુખ કિશોરભાઈ બાવરવા, સરપંચ ભાનુબેન ચાવડા, એસ.એમ.સી.અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કુંડારીયા, મંત્રી દેત્રોજા યોગેશભાઈ, શિક્ષણવિદ હરિભાઈ અઘારા ઉપરાંત એસ.એમ.સી.સભ્યો અને વાલીઓની ઉપસ્થિતમાં શાળાના પ્રાંગણમાં લીમડો, સરગવો, કરંજ વગેરે જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

- text

ત્યારબાદ મહેમાનોના હસ્તે શાળાના બાળકોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને વૃક્ષોનું મહત્વ સમજાવી વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા અને વૃક્ષોનું જતન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. શાળાના તમામ 153 બાળકોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટંકારા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં વનીકરણ અને એક બાળ એક ઝાડ કાર્યક્રમ ને મિશનના રૂપમાં લઇ વધુને વધુ વૃક્ષો વાવવાની કામગીરી થાય તે માટે ગુ.રા.પ્રા.શિ.સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઇ સાણજા, બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર તેમજ ટંકારા તાલુકા પ્રા.શિક્ષક સંઘ અને ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક પરિવાર સતત પ્રયત્નશીલ છે, તેવું પણ જણાવાયું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text