મોરબી : બગથળા તાલુકા કુમાર શાળામાં વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ

- text


મોરબી : આજરોજ તારીખ 2ને શુક્રવારે મોરબી તાલુકાની બગથળા તાલુકા કુમાર શાળામાં 70મા વન મહોત્સવ અંતર્ગત એક બાળ એક ઝાડ ને ચરિતાર્થ કરવામાં માટે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આજે બગથળા તાલુકા કુમાર શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલ, બીઆરસી કો-ઓર્ડીનેટર અને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા અને બગથળા સીઆરસી કો-ઓર્ડીનેટર અરુણભાઈ રાવલ અને શાળાના તમામ શિક્ષકમિત્રો અને તમામ વિદ્યાર્થી હર્ષોલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પ્રવર્તમાન ગુજરાત સરકાર દ્વારા વૃક્ષારોપણ અંગે જે સંકલ્પ છે તેને પૂર્ણ કરવા ‘એક બાળ એક ઝાડ’ સિદ્ધ કરવા માટે બાળકો કટિબદ્ધ બને, તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. વૃક્ષારોપણના ફાયદા અને લાભો વિશે બાળકોમાં જાગૃતતા આપી હતી અને જેમ આપણો ખ્યાલ રાખીએ છીએ તેમ આપણે વૃક્ષોનો ખ્યાલ રાખીશું તેવું પણ કહ્યું હતું. આ પ્રસંગે જાંબુ, ઉંબરો, કરંજ, લીંબુ, પીપળો, જામફળ, દાડમ,અ રડૂસી, લીમડો આવા વિવિધ 300 વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

- text

આ તકે બગથળા ગામના સરપંચ કાંજીયા હરેશભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા.સરપંચે આ પ્રસંગે શાળાના મેદાનમાં પેવર બ્લોક નાખી આપવાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બગથળા કુમાર તાલુકા શાળાના આચાર્ય દિનકરભાઈ મેવા અને શાળા સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text