સોશિયલ મીડિયાના સદુપયોગથી ખોવાયેલા બાળકનો માતાપિતા સાથે ભેટો

- text


મોરબી : થોડા સમય પહેલા ઢુવાથી પાંચ વર્ષનો બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. આ બાળક ગુજરાતી તથા હિન્દી ભાષા જાણતો નહતો તથા બોલી પણ શકતો નહતો. આથી પોલીસ સ્ટાફે આ બાળકનો ફોટો સોશિયલ મીડિયા દ્વારા વહેતો કર્યો હતો, જેના લીધે ટૂંક સમયમાં જ આ બાળકના માતાપિતા સાથે તેનો ભેટો કરાવવામાં પોલીસને સફળતા મળી હતી.

આજના સમયમાં લોકો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવાને બદલે માત્ર સમય પસાર કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ત્યારે આ સોશિયલ મીડિયા આજે સર્વાધિક તાકાતવર છે, એ હકીકત નકારી શકાય નહીં. થોડા સમય પહેલા ઢુવાથી માત્ર 5 વર્ષનો બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો, જે ગુજરાતી કે હિન્દી ભાષા જાણતો નહતો અને બોલી પણ શકતો નહતો. આ બાબતે રીધીશકુમાર કનૈયાલાલ મોદીએ વાંકાનેર પોલીસને જાણ કરી હતી આથી પોલીસે આ બાળકના માતાપિતાને શોધી કાઢવાની કવાયત હાથ ધરી હતી અને આ બાળકને સરદારબાગ પાછળ આવેલા મેરી બ્રીટો મિશનરી ઓફ ચેરિટી સંસ્થામાં મુકવામાં આવ્યો હતો. આ બાળકના માતાપિતાને શોધવા માટે ઢુવા પોલીસ ચોકીના સુરેશભાઈ ચાવડા તથા અનીલભાઈ ઝાપડિયા અને અન્ય સ્ટાફે આ બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં વહેતો મુક્યો હતો. જેથી બાળકના પિતા હાબુભાઈ શિરદારભાઈ જમરા (ઉ.વ. 40) આવ્યા હતા. તેઓએ બાળકનું નામ પ્રકાશ હોવાનું જણાવ્યું હતું અને આ બાળક મૂંગો હોવાનું કહ્યું હતું. તેઓને બાળકનો ફોટો બતાવતા તેઓ બાળકને ઓળખી ગયા હતા. આથી બાળકનો કબ્જો મિશનરી ઓફ ચેરિટીમાંથી તેના પિતાને સોંપવામાં આવ્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text