હળવદ : મેલડી માતાજીના મંદિરે સંઘરેલો રૂ.63 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

- text


બુટલેગરની ધાર્મિક સ્થળને અપવિત્ર બનાવવાની મેલી મુરાદને હળવદ પોલીસે બેનકાબ કરી : બુટલેગરે મંદિરને પણ દારૂનો અડ્ડો બનાવવાનો હીન પ્રયાસ કરતા શ્રધ્ધાળુઓમાં ભારે રોષ

હળવદ : હળવદ પંથકમાં બુટલેગરો ફાટીને એટલી હદે ધુમાડે ગયા છે કે, હવે ધાર્મિક સ્થાનકને પણ દારૂનો અડ્ડો બનાવી દેતા જરાય અચકાતા નથી. ત્યારે હળવદ પોલીસે પણ આવા બુટલેગરોની બદીને દૂર કરવા કમર કસી છે અને બુટલેગરની મંદિરને અપવિત્ર બનવવાના હીન પ્રયાસને બેનકાબ કર્યો છે. જેમાં હળવદના સિરોઇ ગામે આવેલ મેલડી માતાના મંદિરમાં ગામના જ એક બુટલેગરે વિદેશી દારૂ સંઘરીને વેપલો કરતો હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરીને મંદિરમાં સંઘરેલો રૂ. 63 હજારનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે બુટલેગર પોલીસના હાથે ચડ્યો ન હતો. પણ બુટલેગરે મંદિર જેવા ધાર્મિક સ્થળને દારૂનો અડ્ડો બનાવી દેવાની હિલચાલથી શ્રધ્ધાળુઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ પોલીસની સરાહનીય કામગીરી રહી છે જેમાં થોડા દિવસો અગાઉ સરા ચોકડી પરથી કારના દરવાજા અને બોનેટમાંથી દારૂ ઝડપી લીધા બાદ હળવદ નજીક ખેતીની જમીનમાં દટેલો ઈંગ્લીશ દારૂ જથ્થોઝડપી લીધો હતો. ત્યારે આજે બુટલેગરની ધાર્મિક સ્થળને અપવિત્ર બનાવવાની મેલી મુરાદ પર પાણી ફેરવી દીધું છે. હળવદ પોલીસને જાણે બુટલેગરોને ભોં ભીતર કરવાનું નક્કી કરી લીધું હોય તેમ બુટલેગરો પર ધોંસ બોલાવી રહી છે. તેથી પોલીસની આ નિષ્ઠાપૂર્વકની કાર્યવાહીથી હળવદ પંથકમાં દારૂની બદી દૂર થાય તેવા ઉજળા સંજોગો નિર્માણ થયા છે. જ્યારે સામાન્ય રીતે મંદિર માણસો સ્નાન કરી બહાર જ બુટ ચપ્પલ કાઢી સ્વચ્છ થઈને માતાજીના દર્શન કરવા જતાં હોય છે. તેમાં દારૂ જેવી અપવિત્ર વસ્તુને કોઈ સ્થાન હોતું નથી અને દારૂ તો મંદિર જેવી પવિત્ર જગ્યાથી જોજનો દૂર હોય છે. ત્યારે આ બુટલેગરે મંદિરને દારૂનો અડ્ડો બનાવી દેવાનું હેવાનીયતભર્યું કૃત્ય આચરતા ભવિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને પોલીસ આ બુટલેગરને ત્વરિત ઝડપી કાયદાનું ભાન કરાવે તેવી શ્રદ્ધાળુંઓએ માંગ ઉઠાવી છે.

- text

બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ગતરાત્રિના પી.આઈ એ.આર સોલંકી ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.જી પનારા, યોગેશદાન ગઢવી, મુમાભાઈ કલોત્રા,બીપીનભાઈ પરમાર, સી.એમ ઈન્દરિયા સહિતના સ્ટાફ દ્વારા હળવદ તાલુકાના નવા સીરોઈ ગામે આવેલ લોલાડીયા પરિવારના મેલડી માતાના મઢે બુટલેગર દ્વારા લોખંડની પેટીમાં સંતાડેલી વિદેશી દારૂની ૧૨૬ બોટલ ઝડપી પાડી હતી. પોલીસ દ્વારા રૂપિયા ૬૩૦૦૦ હજારનો દારૂ જપ્ત કરી આરોપી મુકેશભાઈ ભીખાભાઈ લોલાડીયા (રહે નવી શીરોઈ વાળા) સામે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text