મોરબી : 3 અલગ અલગ રેડમાં શ્રાવણીયો જુગાર રમતા 14 ઝડપાયા

- text


મોરબી : પવિત્ર શ્રાવણ માસ બેસતા જ જુગારીઓ માટે જાણે મોસમ આવી હોય એમ ઠેર-ઠેર જુગારના હાટડા શરૂ થતાં જ પોલીસે પણ જુગરીઓને ઝડપી પાડવા કમર કસી છે. જેમાં ત્રણ અલગ-અલગ જગ્યાઓ પર રેડ કરી કુલ 14 જુગારીઓને ઝડપી પાડ્યા છે.

પહેલી રેડ મોરબીના ઘૂટું પાસે આવેલા હરીઓંમ પાર્કમાં એલસીબીની ટીમ દ્વારા, બીજી રેડ શહેરમાં આવેલા ચાર માળિયા બગીચા પાસે એ.ડીવીઝન પોલીસ દ્વારા અને ત્રીજી રેડ માળિયા દેવગઢ ગામે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જેમાં કુલ મળીને દસ જુગારી જુગાર રમતા મળી આવ્યા હતા. આ રેડ દરમ્યાન પોલીસે કુલ મળીને ૪૨૦૧૦નો મુદામાલ કબજે કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ એલ.સી.બી.ના નિરવભાઇ મકવાણા તથા આશિફભાઈ ચાણકયાને મળેલ હકીકત આધારે પી.આઈ. વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ ઘૂટું ગામ પાસે આવેલા હરીઓમપાર્કમા જુગારની રેડ કરવામાં આવી હતી. ત્યારે આરોપી હરેશભાઇ ભુદરભાઈ કારોડીયા / પેટલ રહે . હરીઓમપાર્ક વાળો પોતાના ઘરે બહારથી માણસો એકઠા કરી જુગાર રમવાના સાધનો પુરા પાડી તીન પતીનો જુગાર રમતા, રમાડતા મળી આવ્યો હતો જેથી પોલીસે ઘરધણી ઉપરાંત સુખરામભાઇ પ્રભુભાઇ કવાડીયા રહે. ઇન્દીરાનગર, દેવરાજભાઇ રામજીભાઇ વીલપર રહે. મહેન્દ્રનગર, કુંવરજીભાઇ વશરામભાઇ કાવર રહે. પટેલનગર, મનસુખભાઇ મગનભાઇ માલાસણા રહે. પીપળી સીલ્વર પાર્ક અને જનકભાઇ દવજીભાઇ દેલવાડીયા રહે. મહેન્દ્રનગર પીપરવાડી મચ્છમાના મંદીર પાસે વાળાની રોકડ રૂપીયા ૨૯, ૮૦૦ / – ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.બીજી રેડ માળીયા તાલુકાના દેવગઢ ગામે ચોકમાં કરવામાં આવી હતી. જુગાર રમતા હોવાની માળિયા તાલુકા પોલીસના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા અને રમેશભાઈ રાઠોડને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા દેવગઢ ગામે રેડ કરવામાં આવતા જાહેરમાં જુગાર રમતા આયદાનભાઈ સવસેટા, શંભુભાઈ પાટડિયા, સોનુભાઈ કારૂ, કેશુભાઈ વાઘાણી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૧૧૪૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ચારેય જુગારીની ધરપકડ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

ત્રીજા બનાવમાં મોરબી એ.ડિવિઝન પોલીસે શહેરના લીલાપર રોડ ચાર માળીયા કવાટરના ખુલ્લા બગીચામાં રેડ કરી હતી. જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા કરણ દિપક દેવીપુજક, કલ્પેશ સુરેશ દેવીપુજક, અજય હંસરાજ દેવીપુજક,વનરાજ દિપક દેવીપુજક અને કાળું નાથા દેવીપુજક જાહેરમાં જુગાર રમતા મળી આવતાં તેઓની રોકડા રૂપિયા ૧૧૭૦ સાથે અટકાયતો કરી જુગારધારા મુજબ ગુનો દાખલ કરાયો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text