મોરબી : જે.એ. પટેલ મહિલા કોલેજમાં મહિલા સુરક્ષા દિનની ઉજવણી

- text


નાયબ પોલીસ અધિક્ષકે વિદ્યાર્થીનીઓનો આત્મવિશ્વાસ વધાર્યો

મોરબી : મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજમાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સુરક્ષા દિનની ઉજવણી મોરબીના નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોશીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષકે ‘ખુદ દિપક બનો, સ્વયં પ્રજ્વલિત થાઓ’નો નારો આપીને વિદ્યાર્થીનીઓનો જુસ્સો વધાર્યો હતો.

મહિલાઓમાં આત્મવિશ્વાસ પેદા થાય આશયથી રાજ્ય સરકાર દ્વારા 1 થી 14 ઓગસ્ટ સુધી મહિલા સશક્તિકરણ પખવાડીયું ઉજવાઇ રહ્યું છે ત્યારે ઉજવણીના પ્રથમ દિવસે મોરબીમાં મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીની જે.એ. પટેલ મહિલા કોલેજ ખાતે નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલા મહિલા જાગૃતિ દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થિનીઓને ‘ખુદ દિપક બનો, સ્વયં પ્રજ્વલિત થાઓ’નો નારો આપીને તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. કોલેજની છાત્રાઓને સંબોધતાં બન્નો જોષીએ મહિલાઓ આજે જ્યારે તમામ ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે કોઇપણ ક્ષેત્રે અન્યાય થાય, તો પ્રતિકાર કરવા અને પોલીસની મદદ લેવા અનુરોધ કર્યો હતો. સરકાર દ્વારા મહિલાઓની મદદ માટે 181 સેવા સુવિધાઓની પણ માહિતી આપવામાં આવી હતી.

- text

આ પ્રસંગે ઉપસ્થિત મોરબી પીઆઇ આર.જે. ચૌધરીએ વિદ્યાર્થિનીઓને રાજ્ય સરકાર દ્વારા ચલાવાઇ રહેલા મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો હેતુ પણ સ્પષ્ટ કર્યો હતો. મોરબીના મહિલા પીએસઆઇ પી.કે. ગોંડલીયાએ વિદ્યાર્થિનીઓને અપડાઉન કરતાં સમયે આપણી આસપાસ કોઇ અજાણ્યા દ્વારા કોઇ હરકત કરવામાં આવે તો તરત જ સતર્ક થઇ જવાની સલાહ આપી હતી, સોશિયલ મીડિયામાં અજાણ્યા લોકોની ફ્રેન્ડ રીક્વેસ્ટ ન સ્વીકારવા પણ અનુરોધ કર્યો હતો. પિયુતા પટેલએ દીકરીઓને કંઇ પણ નાની મોટી સમસ્યા હોય તો નિઃસંકોચપણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ સાથે જ તેમણે વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયાના અતિરેકથી દૂર રહેવા પણ ભલામણ કરી હતી.

આ તકે વિદ્યાર્થિનીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ)ના પ્રોગ્રામ ઓફિસર વનીતાબેન પી. કગથરાએ શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે કોલેજના પ્રિન્સીપાલ પ્રફુલ્લ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જેતપરીયા દ્વારા કરાયું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text